પદવીદાન સમારંભ : 2017
ઓનલાઇન અરજીપત્ર ભરવાની પ્રક્રિયા

 1. અરજીપત્રમાં જરૂરી વિગતો ભરીને submit કરવાથી અરજી તૈયાર થશે.
 2. આ તૈયાર થયેલી અરજીની પ્રિન્ટ કાઢી તેમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી અરજીપત્રમાં છેક નીચે સહી કરવી.
 3. SB collect દ્વારા ₹500/- ની ફી ચૂકવવાની રહેશે, જે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ પર આપેલી લિંક દ્વારા ચૂકવવાની રહેશે. રોકડા, મનીઓર્ડર કે ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકારાશે નહીં.
 4. ફીની ચૂકવણી થયા પછી, અરજીપત્ર સાથે જે પદવી લેવાની હોય તે અભ્યાસક્રમના છેલ્લા વર્ષ/સત્રની ગુજરાતી/હિન્દી અને અંગ્રેજી એમ બન્ને ગુણપત્રોની ઝેરોક્સ તથા SB collectની રસીદ સાથે રૂબરૂ કે ટપાલ દ્વારા તા. 16/8/2017 સુધી મળે તેમ મોકલવાની રહેશે.
 5. તા. 17/8/2017થી તા. 20/8/2017 સુધી પદવી ફી ₹ 500/- + 100/- મોડાઈ સાથે કુલ ₹600/- ફી ભરવાથી અરજી સ્વીકારવામાં આવશે.
 6. તા. 20/8/2017 પછી મળેલી અરજી રદ થવાને પાત્ર છે.

પદવીદાન સમારંભ સંબંધિત સૂચનાઓ


 1. પદવીદાન સમારંભ પ્રાણજીવન છાત્રાલયના પટાંગણમાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે તા. 18 ઑક્ટોબર બુધવારના રોજ યોજાશે.
 2. 17 ઑક્ટોબરના દિવસે બપોરે 12-00 વાગ્યે પદવી પ્રમાણપત્ર પર સહી કરવા તથા અન્ય વસ્તુ/સામગ્રી લેવા અચૂક હાજર રહેવું.
 3. એકથી વધુ પદવી માટે અલગ અલગ અરજીપત્ર ભરવાનું રહેશે.
 4. અરજીપત્રની સાથે જે પદવી લેવાની હોય તેના અંતિમ વર્ષ/સત્રના ગુજરાતી/હિન્દી અને અંગ્રેજી ગુણપત્રની નકલ અચૂક જોડવી.
 5. પદવી માટે હાજર ન રહેનારની પદવી ફી પરત કરવામાં આવશે નહીં, પરંતુ પછીના વર્ષે ફી ભર્યાની પહોંચ રજૂ કર્યેથી વધારાના રૂ. 100/- ફી લઈને આગળની ભરેલી ફી ગ્રાહ્ય રાખવામાં આવશે.
 6. પદવીપત્ર હાજર રહીને જ મળી શકશે, કારણ કે પદવી પ્રમાણપત્ર પર વિદ્યાર્થીએ સહી કરવાની તથા પ્રતિજ્ઞા પણ લેવાની હોય છે.
 7. 18 ઑક્ટોબરના રોજ સવારના 9-00 વાગ્યે પોતાની બેઠક પર અચૂક બેસી જવું.
 8. 17/18 ઑક્ટોબરના રોજ દરેક પદવી લેવા આવેલા વિદ્યાર્થીએ બે આંટી અચૂક લાવવી. એક બંધ આંટી મહેમાનશ્રીને અને એક બંધ આંટી કુલપતિજીને અલગ અલગ કરંડિયામાં અર્પણ કરવાની રહેશે. (તા. 17 ઓકટોબરે કાંતવા અંગેની વ્યવસ્થા આપવામાં આવશે, જેથી આંટી તૈયાર કરી શકાય.)
 9. તા. 17 અને 18 ઓકટોબર બન્ને દિવસે ખાદીનો ગણવેશ – ભાઈઓ : સફેદ લેંઘો, સફેદ ઝભ્ભો, સફેદ ટોપી બહેનો : સફેદ બ્લાઉઝ, સફેદ સાડી (રંગીન કિનારી વગર)
 10. અધૂરી વિગતવાળું અરજીપત્ર રદ થાય તો વિદ્યાર્થી જવાબદાર ગણાશે.
 11. પદવીદાન શરૂ થયેથી રાષ્ટ્રગીત પૂરું થાય ત્યાં સુધી દરેક પદવી લેનારાએ શિસ્તમાં બેસી રહેવું. પદવીદાન પછી બધા જ પદવીધારકો માટે ભોજન વ્યવસ્થા રાખી છે.
 12. પરીક્ષા નિયામક, પરીક્ષા વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-380014ના નામે પત્રવ્યવહાર કરવો. ફોન નં. 079-40016214/232/233/234